મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલીમાં ભાજપ નેતાનું મગફળીના ટેકા ભાવ મામલે ચર્ચાસ્પદ ટ્વિટ, જાણો શું કહ્યું

અમરેલી ભાજપના નેતા ડો.ભરતભાઇ કાનાબારે મગફળીના ભાવ મામલે સોશિયલ મીડિયા એક્સ પર ટ્

અમરેલીમાં ભાજપ નેતાનું મગફળીના ટેકા ભાવ મામલે ચર્ચાસ્પદ ટ્વિટ, જાણો શું કહ્યું

અમરેલી ભાજપના નેતા ડો.ભરતભાઇ કાનાબારે મગફળીના ભાવ મામલે સોશિયલ મીડિયા એક્સ પર  ટ્વીટ કર્યું છે. તેમણે જણાવ્યું કે, આ વર્ષે ગુજરાત સરકારે મગફળી માટે નક્કી કરેલા ટેકા ના ભાવ અને બજારના ભાવ વચ્ચે રૂપિયા 250થી લઈ રૂપિયા 350 સુધી તફાવત હતો. આ ભાવફેરનો ફાયદો લેવા માટે મોટાભાગના માર્કેટયાર્ડમાં વેપારીઓ ખરીદી સાથે જોડાયેલા અધિકારીઓ અને ટોળકીઓ સક્રિય હતી.

જેમણે મગફળીનું વાવેતર ના કર્યું હોય તેવા ખેડૂતોની જમીનના 7/12 રજૂ કરી બજારમાંથી નીચા ભાવે નબળી કક્ષાની સીંગ ખરીદી ટેકાના ભાવે ધાબડી દીધી. ધિકકાર છે એ અધિકારીઓને જેમણે તેમને જે પગાર ચૂકવે છે એ સરકાર સાથે છેતરપિંડી કરી. ફટ છે એ વેપારીઓને જેમણે કોકના 7/12 બતાવી બજારમાંથી ખરીદેલ શીંગ ટેકાના ભાવે પધરાવી દીધી.

આ સમાચાર શેર કરો