મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

‘તેમનું માનસિક સંતુલન બગડી ગયું છે’, પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખના વિવાદાસ્પદ નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના નિવેદન પર અમદાવાદ ભાજપ લઘુમતિ

‘તેમનું માનસિક સંતુલન બગડી ગયું છે’, પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખના વિવાદાસ્પદ નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના નિવેદન પર અમદાવાદ ભાજપ લઘુમતિ મોરચા મહામંત્રી શોએબ શેખની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપ નેતા શોએબ શેખે કહ્યું છે કે,  ગ્યાસુદ્દીનભાઈને જનતાએ હાર આપી એ સહન નથી કરી શકતા, જેથી તેમનું માનસિક સંતુલન બગડી ગયું છે. સમાજનો લાભ કરાવવા માટે જરૂરી નથી કે રાજકીય પક્ષ એક જ હોય. કોઈ પણ રાજકીય પક્ષમાં કોઈપણ લોકો જોડાઈ શકે છે અને જોડાઈને પોતાના સમાજને લાભ અપાવી શકે છે. પરંતુ માત્ર વેરઝેરની વાતો કરી સમાજને ખોટા માર્ગે દોરવાનું કામ ગ્યાસુદ્દીન ભાઈ કરી રહ્યા છે. કરતા રહેશે કેમ કે એ એમની આદત છે. ગ્યાસુદ્દીન ભાઈ હિન્દુ સમાજને મોટાભાઈ કહે છે પણ તેમની એકપણ તકલીફમાં જઈને ઊભા રહ્યા હોય એવું બતાવે. તેમના વિસ્તારમાં એક ડોક્ટરને કોઈએ ચપ્પાના ઘા માર્યા તેને જોવા નથી ગયા પરંતુ કચ્છ રાપર જઈને જે મુસ્લિમ સમાજની વાતો કરે છે. ગ્યાસુદ્દીન ભાઈ હંમેશા હિન્દૂ-મુસ્લિમની વાતો કરી ફક્ત સમાજને ડરાવે છે અને સમાજને ગેરમાર્ગે દોરે છે. જો એ ડિબેટ કરવા તૈયાર હોય તો હું દરેક મુદ્દે જાહેરમાં ડિબેટ કરવા તૈયાર છું.”

શું હતી સમગ્ર ઘટના? 

પાટણના રાધનપુરમાં પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું કટ્ટરવાદના નામે વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું હતું. રાધનપુરમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની જાહેર સભા યોજાઈ હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યું હતું કે, ભાજપ મુસ્લિમ સમાજ સામે નફરતની રાજનીતિ કરી રહી છે. ભાજપ સરકાર મુસ્લિમ સમાજ વિરુદ્ધ નફરતનો માહોલ ઉભો કરે છે. મુસ્લિમ સમાજનો કટ્ટર વ્યક્તિ ભાજપમાં કેવી રીતે જોડાઈ શકે? ભાજપ મુસ્લિમ સમાજની દરગાહો, મસ્જિદોને ટાર્ગેટ બનાવી રહી છે. પાટણ જિલ્લાના રાધનપુરમાં નાગર પાલિકાની ચૂંટણીમાં માહોલ ગરમાયો છે.

આ સમાચાર શેર કરો