મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ મનપામાં ફેરબદલ બાદ આંતરિક રાજકારણ ગરમાયું, ભાજપ નેતા શૈલેષ જાનીની ફેસબુક પોસ્ટ ચર્ચામાં 

રાજકોટ મહાનગરપાલિકામાં સેક્રેટરી પદની ફેરબદલ બાદ હવે રાજકીય નિવેદનબાજી અને સોશિયલ મીડિયા પર કટા

રાજકોટ મહાનગરપાલિકામાં સેક્રેટરી પદની ફેરબદલ બાદ હવે રાજકીય નિવેદનબાજી અને સોશિયલ મીડિયા પર કટાક્ષનો દોર શર થયો છે. ભાજપના નેતા શૈલેષ જાનીએ ફેસબુક પર એક સૂચક પોસ્ટ શેર કરીને નિશાન સાધ્યું છે, જેમાં તેમણે લખ્યું છે કે, "માણસ વિકલ્પોથી ટેવાયેલો છે; વિકલ્પ મળતાં જ તે નવામાં ગુણ અને જૂનામાં ખામીઓ જોવા લાગે છે." ઉલ્લેખનીય છે કે, તાજેતરની ચૂંટણીમાં અંતિમ ઘડીએ શૈલેષ જાનીની ટિકિટ કાપીને નેહલ શુક્લને ફાળવવામાં આવી હતી. મનપાના વહીવટમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે જાનીની આ પોસ્ટ માત્ર એક સંયોગ છે કે કોઈ મોટો રાજકીય સંકેત, તે અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. હાલ શૈલેષ જાનીનું નામ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે મોખરે ચર્ચાઈ રહ્યું છે, ત્યારે આ પોસ્ટથી રાજકોટ ભાજપના આંતરિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

આ સમાચાર શેર કરો