VIDEO: Rajkot મનપાની આંતરિક રાજનીતિ ફરી ચર્ચામાં, 846 કરોડના વિકાસના કામો અટકાવાયા
રાજકોટ મહાનગરપાલિકામાં ‘ઓલ ઈઝ નોટ વેલ’ જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્ટેન્

રાજકોટ મહાનગરપાલિકામાં ‘ઓલ ઈઝ નોટ વેલ’ જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠકમાં અનેક મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. કરકસરના પગલાના નામે કુલ 846 કરોડના વિકાસ કામો અટકાવવામાં આવ્યા છે અને 98 જેટલા પ્રોજેક્ટ્સ પર બ્રેક મૂકી દેવામાં આવી છે. હવે તમામ કામો ફરી શરૂ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીની પૂર્વ મંજૂરી ફરજિયાત રહેશે. આ નિર્ણયને લઈને શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. શું આ પગલું કરકસરના ભાગરૂપે છે કે પૂર્વ પદાધિકારીઓ સામેનો રાજકીય દાવપેચ છે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટ મનપાની આંતરિક રાજનીતિ ફરી ગરમાઈ છે.




