મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Rajkot મનપામાં આંતરિક કલહ તેજ, મેયર નેહલ શુક્લે ધવલ જેસડિયાને હટાવ્યા

રાજકોટ મહાનગરપાલિકામાં સત્તા પરિવર્તન સાથે જ રાજકીય બદલાની રાજનીતિ શરૂ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી

રાજકોટ મહાનગરપાલિકામાં સત્તા પરિવર્તન સાથે જ રાજકીય બદલાની રાજનીતિ શરૂ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. રાજકોટના મેયર નેહલ શુક્લે મનપાના સેક્રેટરી પદ પરથી ધવલ જેસડિયાને હટાવી દીધા છે. તેમની જગ્યાએ પૂર્વ પદાધિકારીઓ દ્વારા હટાવવામાં આવેલા કાયમી સેક્રેટરી હરેશ રૂપારેલિયાની ફરી પાછી નિમણૂક કરવામાં આવી છે.આ મોટા ફેરફાર પાછળ જૂની અદાવત હોવાનું મનાઈ રહ્યું છે. વાસ્તવમાં, વર્ષ ૨૦૨૬માં ધવલ જેસડિયાએ ત્રણ જનરલ બોર્ડમાં ગેરહાજર રહેવા બદલ નેહલ શુક્લને બરતરફીની નોટિસ પાઠવી હતી. હવે શાસકો બદલાતા જ મેયર નેહલ શુક્લે જૂનો હિસાબ ચુકતે કરીને જેસડિયાને પદભ્રષ્ટ કર્યા છે, જેને પગલે રાજકોટ ભાજપના આંતરિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

આ સમાચાર શેર કરો