મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં ભાજપ નેતાએ કોંગ્રેસના કાર્યકર્તાને છેતરીને OTP માંગીને ભાજપનો સભ્ય બનાવી દીધો!

ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ભાજપ નેતાઓને પાર્ટીના સભ્ય બનાવવા ટાર્

અમદાવાદમાં ભાજપ નેતાએ કોંગ્રેસના કાર્યકર્તાને છેતરીને OTP માંગીને ભાજપનો સભ્ય બનાવી દીધો!

ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ભાજપ નેતાઓને પાર્ટીના સભ્ય બનાવવા ટાર્ગેટ આપવામાં આવ્યા છે. જો કે આ ટાર્ગેટ પુરો કરવા ભાજપ નેતા અવનવા રસ્તાઓ અપનાવી રહ્યા છે. સ્કૂલના બાળકો, બાળકોના વાલીઓને મેસેજ મોકલાયા તો હોસ્પિટલમાં સારવાર લેવા લેવા આવેલા દર્દી તેમજ દર્દીના સગાઓને સભ્ય બનાવી દીધા. ભાજપ નેતાઓએ પોતાનો ટાર્ગેટ પુરો કરવા હવે કોંગ્રેસના કર્યકરોને પણ છોડ્યા નથી, અમદાવાદમાં આવું જ થયું છે. 

ભાજપ જનતાને છેતરીને સભ્ય બનાવી રહી છે - હેમાંગ રાવલ

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે પત્રકાર પરિષદ સંબોધતા ભાજપ પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે ભાજપ સદસ્યતા અભિયાનના નામે જનતાને છેતરીને સભ્ય બનાવી રહી છે. ભાજપના નેતાઓ પૈસા આપીને સદસ્યતા અભિયાનના નામે રોજગારી આપી રહી છે. શાળાઓમાં ભણતા વિદ્યા્થીઓને સદસ્ય બનાવવામાં આવે છે. હોસ્પિટલમાં દર્દીઓને પણ સભ્ય બનાવ્યા બાદ જ ઈન્જેકશન આપવામાં આવે છે.ભૂતકાળમાં પણ પાકિસ્તાનના નાગરિકને ભાજપના સદસ્ય બનાવી દેવામાં આવ્યા હતા. 

કોંગ્રેસના કાર્યકર્તાને છેતરીને OTP માંગીને ભાજપનો સભ્ય બનાવી દીધો

કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે કોંગ્રેસના એક કાર્યકર્તા છે જેમનો સંપૂર્ણ  પરિવાર કોંગ્રેસ સાથે જોડાયેલો છે. નવરંગપુરા વોર્ડના ભાજપના નેતા દીપક પુરોહિતે આ કોંગ્રેસના કાર્યકર્તા પાસેથી OTP માંગીને ભાજપનો સભ્ય બનાવી દીધો છે. 

આ સમાચાર શેર કરો