વિંછીયા તાલુકાના ભાજપના નેતા ભૂપત પડાણીને પક્ષમાંથી હાંકી કઢાયા, કોંગ્રેસના ઉમેદવારનો કર્યો હતો પ્રચાર
લોકસભા ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે. તમામ પક્ષોના દિગ્ગજ નેતાઓ સભા, રેલીઓ કરી ર

લોકસભા ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે. તમામ પક્ષોના દિગ્ગજ નેતાઓ સભા, રેલીઓ કરી રહ્યા છે. આ વચ્ચે રાજકોટના વિંછીયા તાલુકા પંચાયત બેઠકના ભાજપના સહ ઈન્ચાર્જને પક્ષ વિરુદ્ધ કાર્ય કરવું ભારે પડ્યું છે.
ભાજપના સહ ઈન્ચાર્જને પક્ષ વિરુદ્ધ કાર્ય કરવું ભારે પડ્યું
વિછીયા તાલુકામાં ભાજપ પક્ષ વિરુદ્ધ કામ કરનાર ભૂપત પડાણીને જીલ્લા ભાજપ પ્રમુખે પાણીચું પકડાવીને હાંકી કાઢવામાં આવ્યા છે. જીલ્લા ભાજપ પ્રમુખે પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કર્યા હતા. ભૂપત પડાણી રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના પ્રચાર પ્રવાસમાં સાથે જોડાયા હતા.
ભૂપત પડાણી પરેશ ધાનાણીના પ્રચાર પ્રવાસમાં સાથે હતા
ભૂપત પડાણી રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના પ્રચાર પ્રવાસમાં સાથે જોડાયા હતા. આ વાતની જાણ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાને ધ્યાને આવતા તેમણે ભૂપત પડાણી સામે સખ્ત પગલાં લીધા હતા. રાજ્યમાં પરશોત્તમ રૂપાલાનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ક્ષત્રિય સમાજે હવે ધર્મરથ કાઢીને ભાજપને હરાવવા અને મોટી સંખ્યામાં ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા અપીલ કરી છે.






