સુરતમાં ભાજપના કોર્પોરેટરે પાલિકા કમિશનર સામે ઠાલવ્યો ઉભરો, ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટ્યાની કરી ફરિયાદ
સુરત મહાનગર પાલિકામાં દાયકાઓથી ભાજપનું શાસન છે. તેમ છતાં ભાજપના ચૂંટાયેલા પદાઅધિકારી મૂ

સુરત મહાનગર પાલિકામાં દાયકાઓથી ભાજપનું શાસન છે. તેમ છતાં ભાજપના ચૂંટાયેલા પદાઅધિકારી મૂંઝવણ અનુભવી રહ્યાં હોય તેવું સામે આવી રહ્યું છે. અધિકારીઓ સામે અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાની રાવ કરવા ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ પાલિકા કમિશ્નર સમક્ષ પહોંચ્યા હતાં. જ્યાં તેમણે કતારગામ ઝોનના ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.
અધિકારીઓ સામે આરોપ
નરેન્દ્ર પાંડવ પાલિકા કમિશ્નર ઓફિસ પહોંચ્યા ત્યારે પૂરાવા સાથે રજુઆત કરી હતી. કતારગામ ઝોનમાં ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટ્યો હોવાની ફરિયાદ કરી હતી. અધિકારીઓ લાંચ લઈ બાંધકામો કરાવતા હોવાની ભાજપ કોર્પોરેટર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ બાંધકામમાં અધિકારીઓ મલાઈ ખાય છે તેવો આરોપ કર્યો હતો. સાથે અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી ન થાય તો હું ACBમાં ફરિયાદ કરીશ તેમ જણાવ્યું હતું.
બધાને બાંધકામની છૂટ આપો
કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે કહ્યું કે, અધિકારીઓની મિલીભગતને કારણે બેરોકટોક કામ ચાલી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનરની સમક્ષ રજૂઆત કરીને અધિકારીઓ કેવી રીતે ખેલ કરી રહ્યા છે? તે અંગે સ્પષ્ટતા કરી છે. મ્યુનિસિપલ કમિશનરને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો આવી જ રીતે ગેરકાયદેસર બાંધકામ ચાલવાના હોય તો પછી શા માટે તમામ લોકોના પ્લાન પાસ કરવા? બધાને છૂટ આપી દો. અધિકારીઓ જ જ્યારે આ પ્રકારે કાયદેસર બાંધકામને પ્રોત્સાહન આપતા હોય તો તમામ લોકોને એકસરખો ન્યાય આપો.








