મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VADODARA : ભાજપ કોર્પોરેટરે વિશ્વામિત્રી નદીના તટ પાસે બનાવી દીધો પોતાનો બગીચો

વડોદરામાં ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ વિશ્વામિત્

VADODARA : ભાજપ કોર્પોરેટરે વિશ્વામિત્રી નદીના તટ પાસે બનાવી દીધો પોતાનો બગીચો

વડોદરામાં  ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ વિશ્વામિત્રી નદીના તટ પાસે પોતાનો બગીચો બનાવી દીધો છે. વિશ્વામિત્રી નદીના તટની પેરલલ ભાજપાનાં કોર્પોરેટર પરાક્રમ સિંહ જાડેજાનો બંગલો છે. જેથી તેમણે નદીની જગ્યા પાસે દબાણ કરીને પોતાનો બગીચો ઉભો કરી દીધો છે.

સરકારના નિયમ પ્રમાણે સામાન્ય રીતે નદીનાં પેરેલલ વિસ્તારમાં 9થી લઇને 30 મીટરનાં વિસ્તારોમાં કોઈ બાંધકામ કરી શકાતું નથી, તો પછી ભાજપાનાં કોર્પોરેટરે કોના ઇશારે નદી વિસ્તારમાં બાંધકામ કરી નાખ્યું તે મોટો સવાલ છે. 

એક બાજુ રાજ્ય સરકાર દ્વારા દબાણ હટાવતા લારી અને ગલ્લા વાળા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ ખૂદ સરકારના જ નેતાઓ અને અધિકારીઓ તેમના નિયમોના ધજાગરા કરી રહ્યા છે. એટલું જ નહીં દિગ્ગજ નેતા વિનુ જીવાએ પણ પરાક્રમસિંહના બંગલાની સામેની બાજુ બંગલો બનાવ્યો છે અને બન્ને મકાનો અને ત્યાં થયેલા દબાણો હાલ ચર્ચાનો વિષય બન્યા છે.

ઉલ્લેખનિય કે આટલું બધું દબાણ થાય તો પછી વડોદરામાં પુર આવે, તેમાં કોઈ જ નવાઈની વાત નથી. અહીં સવાલ એ થાય છે કે શું કોંગ્રેસ અને ભાજપની  મિલિભગતના કારણે દબાણો થાય છે? અને જો દબાણ થયા છે તો પછી તેને તોડવામાં આવશે કે નહીં તે સૌથી મોટો પ્રશ્ન છે.

આ સમાચાર શેર કરો