અમરેલીમાં વિકાસનું કાર્ય થતાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરોએ સાથે મળી કરી ઉજવણી
અમરેલીના વડિયા શહેરમાં રાજકારણનો અદ્ભૂત નજારો જોવા મળ્યો, વિકાસનું કાર્ય

અમરેલીના વડિયા શહેરમાં રાજકારણનો અદ્ભૂત નજારો જોવા મળ્યો, વિકાસનું કાર્ય થતાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો પક્ષપાત ભુલીને એકસાથે કરી ઉજવણી.
આ પણ વાંચો: બાવળા : ચીયાડા ગામમાં 3 વર્ષના બાળકને રમતું મૂકીને માતાએ ખાધો ગળાફાંસો
વડિયા શહેરની વર્ષો જૂની માંગ હતી, કે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે ૩૦ થી ૪૦ કિમી દૂર આવેલી કોલેજમાં જવું પડતું હતું. જેથી વિદ્યાર્થીઓને અગવડ ન પડે તે માટે સરકાર શહેરમાં જ કોલેજની મંજૂરી આપે. જ્યારે વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અહીંના સરપંચ, ઉપસરપંચ તથા નાગરિકો દ્વારા તેમને આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી.
વર્ષોથી કોલેજ મંજૂરીની લાંબી રાહ જોયા બાદ આખરે સરકારે વડિયા શહેરમાં સાયન્સ કોલેજ મંજૂર કરતાં સ્થાનિક લોકો સાથે સાથે વિદ્યાર્થીઓની મુશ્કેલીનો અંત આવતા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ સાથે મળીને ઉજવણી કરી હતી. શહેરના ગાંધીચોક ખાતે ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પક્ષાપક્ષી ભૂલીને ફટાકડા ફોડી સરકારનો આભાર માન્યો હતો.






