Anand news: અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસની સમધાનની ફોમ્યુલા, બન્ને પક્ષના નેતાઓની ગુપ્ત બેઠક યોજાઈ
આણંદની અમૂલ ડેરીની ચૂંટણી જાહેર કરવાનો છેલવ્લો તબક્કો બાકી છે. તા.12મી ઓગસ્ટના રોજ મતદાર યાદી જાહેર

આણંદની અમૂલ ડેરીની ચૂંટણી જાહેર કરવાનો છેલવ્લો તબક્કો બાકી છે. તા.12મી ઓગસ્ટના રોજ મતદાર યાદી જાહેર થયા બાદ ચૂંટણીનું ગમે ત્યારે એલાન કરવામાં આવી શકે છે. આણંદ શહેરમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના અંગત સમર્થક અને દક્ષિણ ગુજરાતના સુરત આસપાસના અગ્રણી ઉદ્યોગપતિ દ્વારા ડેરીની ચૂંટણીમાં મધ્યસ્થી તરીકે કામગીરી કરાઈ છે. આ મધ્યસ્થી દ્વારા ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓની ગુપ્ત સ્થળે બેઠક મળી હતી. જેમાં ભાજપને 7 અને કોંગ્રેસને 5 બેઠકો મળે તેવી અને ભાજપને ચેરમેન અને કોંગ્રેસને વાઈસ ચેરમેન પદ મળે તેવી રણનીતિ ઘડાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
બન્ને પક્ષના નેતાઓની ગુપ્ત બેઠક યોજાઈ
સહકારી ક્ષેત્રના અગ્રણીઓના મતે 2020ની ચૂંટણીમાં ભાજપને 7 અને કોંગ્રેસને 5 બેઠકો મળી હતી. ભાજપે ચેરમેન પદ પોતાની પાસે રાખ્યું હતું, જ્યારે વાઈસ ચેરમેન પદ કોંગ્રેસના ફાળે ગયું હતું. ભાજપે સત્તાવો ઉપયોગ કરીને ત્રણ ડિરેક્ટરોને સરકારી પ્રતિનીધીઓ તરીકે નિમણૂંક કરી હતી, પરંતુ હાઈકોર્ટે નિમણૂંકો રદ કરતા હવે ભાજપ ફરીથી આવી સ્થિતિનું નિર્માણ ન થયા તેનું પણ ધ્યાન રાખી રહી છે.
રામસિંહ પરમારને અમૂલમાંથી હટાવતા તેમના સમર્થકો પણ લડી લેવાના મૂડમાં
અમૂલ ડેરીની ચૂંટણીમાં ખેડા જિલ્લાના સહકારી ક્ષેત્રના અગ્રણી અને 16 વર્ષ અમૂલ ડેરીના ચેરમેન રહી ચૂકેલા રામસિંહ પરમારની ભૂમિકા નિર્ણયાક રહેશે, 2020ની ચૂંટણીમાં રામસિંહ પરમારના 10 ઉમેદવાર જીતવામાં સફળ રહ્યા હતા. પરંતુ હવે તેઓ ભાજપના ધારાસભ્ય છે, તેમને અમૂલમાંથી દૂર કરવામાં આવતા અંદરખાને અસંતોષ જોવા મળી રહ્યો છે. રામસિંહ પરમારના સમર્થકો દ્વારા ભાજપની ખેડા અને મહિસાગર જિ્લાની પેનલોના ઉમેદવારોને પછાડવા માટે ચોકઠા ગોઠવ્યા હોવાની ગુપ્ત વિગતો ભાજપ પાસે પહોંચી હોવાની સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
12 પૈકી પાંચ બ્લોકમાં કોંગ્રેસ જીતી શકે તેવા ઉમેદવારો ભાજપ ઉતારશે
અમૂલ ડેરીની ચૂંટણીમાંથી 12 પૈકી બોરસદના એક, ખેડાના બે અને મહિસાગર જિલ્લાના બે બ્લોકમાં ભાજપ દ્વારા ટક્કર ન ઝીલી શકે તેવા ઉમેદવારોની પસંદગી કરીને કોંગ્રેસને જીતવાનો માર્ગ સરળ કરી આપાવામાં આવે તેવી સંભાવના છે.






