VIDEO: ભાજપે બોડકદેવ બેઠકથી ઉમેદવારોને કર્યા જાહેર, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન દેવાંગ દાણીને કરાયા રિપિટ
અમદાવાદ મહાપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે બોડકદેવ બેઠકથી પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે

અમદાવાદ મહાપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે બોડકદેવ બેઠકથી પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે બોડકદેવ બેઠકથી સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન દેવાંગ દાણીને રિપિટ કર્યા છે. આ ઉપરાંત એએમટીએસ કમિટીના પૂર્વ ચેરમેન ધરમશી દેસાઈને પણ બોડકદેવથી ટિકિટ આપવામાં આવી છે. ભાજપે ટિકિટ આપતા તેઓએ ખુશી વ્યક્ત કરી છે. પાર્ટીના મોવડીમંડળનો આભાર વ્યક્ત કર્યો સાથે જ આ વખતે પણ કોંગ્રેસના ઉમેદવારોની ટિકિટ જપ્ત થશે તેવો દેવાંગ દાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.



