મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: AMCની ચૂંટણીને લઈ મતદાન જાગૃત્તિ માટે ક્રિએટિવ કાર્યો, મતદાતાને ખેંચી લાવવાના પ્રયાસો

VIDEO: અમદાવાદ શહેરની AMCની આગામી 26 એપ્રિલે હાથ ધરાનારી ચ

તસવીર: GSTV

VIDEO: અમદાવાદ શહેરની AMCની આગામી 26 એપ્રિલે હાથ ધરાનારી ચૂંટણીને લઈ તંત્રએ વિવિધ રચનાત્મક કાર્યક્રમો હાથ ધર્યા છે. જેમાં મતદાતાઓને મતદાન આપવા તેમજ વોટિંગનું શું મહત્ત્વ છે તે સંદર્ભે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. 

અમદાવાદમાં આવનારી ચૂંટણીને લઈ મતદાન ટકાવારી વધારવા માટે અનોખી પહેલ હાથ ધરાઈ છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 462 શાળાના 1.76 લાખ વિદ્યાર્થીઓ મતદારોને જાગૃત કરવા વિવિધ કાર્યક્રમ કરી રહ્યા છે. નારણપુરા ખાતે આવેલી ગુજરાતી શાળા નંબર-4નાં વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાઈ હતી. મહેંદી સ્પર્ધા, સેલ્ફી પોઇન્ટ, સિગ્નેચર કેમ્પેઇન વગેરે જેવા કાર્યક્રમો કરી મતદાન અવશ્ય કરો તેવી અપીલ કરવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓ દ્વારા ખાસ મતદાન રિલેટેડ મહેંદીની ડિઝાઈન મૂકવમાં આવી હતી.વિદ્યાર્થીઓએ માત્ર શાળામાં જ નહીં, પરંતુ પોતાના  અને આસપાસનાં ઘર સુધી આ મૅસેજ પહોંચાડવાની જવાબદારી લીધી છે.

આ સમાચાર શેર કરો