મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના સ્ટાર પ્રચારકની યાદી જાહેર, નીતિન પટેલ-મેવાણી સહિત આ નેતાઓ કરશે પ્રચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના સ્ટાર પ્રચારકની યાદી જાહેર, નીતિન પટેલ-મેવાણી સહિત આ નેતાઓ કરશે પ્રચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે જ્યારે તેનું પરિણામ 18 ફેબ્રુઆરીએ જાહેર થશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ભાજપના સ્ટાર પ્રચારકોમાં વિનોદ ચાવડા, ભૂપેન્દ્ર ચુડાસમા, બળવંતસિંહ રાજપુત, પ્રશાંત કોરાટ, બ્રિજેશ મેરજા, શબ્દ શરણ તડવી, ગોરધન ઝડફિયા અને રજની પટેલ જેવા નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભાજપના સ્ટાર પ્રચારક- ભૂપેન્દ્ર પટેલ (મુખ્યમંત્રી સી.આર.પાટિલ (કેન્દ્રીય જળસંશાધન મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ) , નીતિન પટેલ, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા, રત્નાકરજી, ગોરધન ઝડફિયા, રજની પટેલ, વિનોદ ચાવડા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બ્રિજેશ મેરજા, શબ્દશરણ તડવી, બળવંતસિંહ રાજપુત, પ્રશાંત કોરાટ, ગૌતમ ગેડિયા, મયંક નાયક, દિપિકાબેન સરડવા,સીમાબેન મોહીલે, ઉદયભાઇ કાનગડ, લવિંગજી ઠાકોર

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી

ગુજરાત કોંગ્રેસે પણ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષના નેતા અમિત ચાવડા સહિત કૂલ 20 જેટલા સ્ટાર પ્રચારકો પ્રચાર કરશે.

કોંગ્રેસના સ્ટાર પ્રચારક- મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ,શૈલેષ પરમાર, સુખરામ રાઠવા, પરેશ ધાનાણી, રામકિશન ઓઝા, ઉષા નાયડુ, સુહાસિની યાદવ, ભૂપેન્દ્ર મારવી, લાલજી દેસાઇ, અમીબેન યાજ્ઞિક, જિગ્નેશ મેવાણી, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ,ગ્યાસુદીન શેખ, તુષાર ચૌધરી, પુંજાભાઇ વંશ

પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપની 215 બેઠકો બિનહરીફ

નગરપાલિકા,તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણી ટિકિટ મુદ્દે અસંતોષનો ચરૂ ઉકળ્યો છે. જૂથવાદ એટલી હદે ચરમસિમાએ પહોંચ્યો છેકે, ભાજપના અસંતુષ્ટોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી છે. આ રાજકીય માહોલ વચ્ચે પણ પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપની 215 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. જોકે, કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ભાજપે પોલીસ અને વહીવટીતંત્રના જોરે કોંગ્રેસના ઉમેદવારોને ડરાવી ધમકાવીને ફોર્મ પરત ખેચાવ્યા હતા પરિણામે આ બિનહરીફ બેઠકો મળી છે.

આ સમાચાર શેર કરો