નવસારી : બીલીમોરા આગની ઘટનામાં 3 સામે માનવવધનો ગુનો, 2ની અટકાયત
Bilimora Navsari News : બીલીમોરામાં આગ પ્રકરણમાં પોલીસે 3 સામે બેદરકારી મુદ્દે ગુનો નોંધયો છે.

Bilimora Navsari News : બીલીમોરામાં આગ પ્રકરણમાં પોલીસે 3 સામે બેદરકારી મુદ્દે ગુનો નોંધયો છે.,GP થીનર જ્વલનશીલ કેમિકલ બેદરકારી પૂર્વક વહન દરમ્યાન બેરલ થયા હતા બ્લાસ્ટ,જે ઘટનામાં 3નું મૌત થવા સાથે અન્ય 4 ગંભીર ઇજાગ્રત થયા હતા.આ કેસમાં 4 જેટલી એજન્સીઓ તપાસ કરી રહી છે.
ત્રણ જીવતા ભૂંજાયા, ત્રણ ઇજાગ્રસ્ત થયા
નવસારીના બીલીમોરા શહેર અને અડીને આવેલા દેવસર ગામે ગઈકાલે ગોલ્ડન ટ્રાન્સપોર્ટમાંથી લોડ થઈ રહેલા થીનર બેરલ બ્લાસ્ટમાં ત્રણ સળગીને મોતને ભેટ્યા હતા. સાથે ત્રણ ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડ્યા છે. આ કેસમાં આજે બીલીમોરા પોલીસે કુલ ત્રણ સામે ગુનો નોંધ્યો છે જેમાં બે આરોપીની અટકાયત કરવામાં આવી છે, જે પૈકી એક આરોપીનું ઘટના સ્થળે મોત થવા પામ્યું છે.
કેમિકલ મોકલનાર ટ્રાન્સપોર્ટર વેપારી અને તેના મેનેજરની બેદરકારી
બીલીમોરાના દેવસર ગામે જે આગની દુર્ઘટના બની હતી તેમાં મુખ્ય ભૂમિકા ભજવનાર GP થીનર કેમિકલ હતું. આ થીનર જનરલ પર્પઝ માટે અલગ અલગ ઉદ્યોગોમાં વાપરવામાં આવે છે. આ કેમિકલ જવનલશિલ હોવાથી તેને સાવચેતીપૂર્વક વહન કરવાનો નિયમ છે. પરંતુ જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટમાં આ કેમિકલ મોકલનાર અર્જુન તેમજ તેના પિતા સોહમલાલ સહિત ટ્રાન્સપોર્ટના મેનેજરની બેદરકારી પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી છે. તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ત્રણ પૈકી મેનેજર અનુપનું સળગી જવાથી મોત થવા પામ્યું છે.
આરોપી અર્જુન અને સોહમલાલની ઓફિસ ચીખલી વિસ્તારમાં આવી છે, ત્યાંથી આ કેમિકલ દેવસર ટ્રાન્સપોર્ટ ખાતે 8મી નવેમ્બરના રોજ લાવવામાં આવ્યું હતું. બીજા દિવસે 9મી નવેમ્બરના રોજ આ કેમિકલ ટ્રાન્સપોર્ટથી ટ્રકમાં લોડ થઈ રહ્યું હતું અને ત્યાંથી ચિત્તોડગઢ રવાના થવાનું હતું તે પહેલા જ બેરલ બ્લાસ્ટ થતાં આગની ઘટના થઈ હતી. જેમાં 3 જીવતા ભૂજાયા હતા.
થીનર સાથે અન્ય વસ્તુઓ રાખતા આગ ઝાડપથી ફેલાઈ
ફેક્ટરી એક્ટ તેમજ મોટર વ્હિકલ એક્ટ મુજબ કોઈપણ જ્વલનશીલ પદાર્થની સાથે અન્ય કોઈ ચીજ વસ્તુ વહન કરી શકાય નહીં. આવું જાણતા હોવા છતાં પણ આરોપીઓ દ્વારા બેદરકારી પૂર્વક GP થિનરની સાથે સાથે ફર્નિચર, દવા, યાર્ન તેમજ પ્લાસ્ટિકની અન્ય આઈટમ ટ્રકમાં લોડ કરી હતી જેને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી, જેના પરિણામ સ્વરૂપ નાસભાગ મચી હતી. આગની લપેટમાં 3 બાઈક પણ આવી હતી.








