Junagadh News: વંથલી હાઈવે પર વાહનચેકિંગ દરમિયાન બાઇકચાલકે પોલીસને લીધા અડફેટે, હાલ સારવાર હેઠળ
Junagadh News: જૂનાગઢના વંથલી હાઇવે પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બાઇકચાલકે વાહન ચેકિંગ દરમિયાન ટ્રા

Junagadh News: જૂનાગઢના વંથલી હાઇવે પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બાઇકચાલકે વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિક સબ ઈન્સપેક્ટરને જ અડફેટે લઈ લીધા હતા. જેના કારણે સબ ઈન્સપેક્ટરને પગમાં ઈજા પહોંચી હતી તેમજ બાઇકચાલકને પણ સામાન્ય ઈજા થઈ હતી. સબ ઈન્સપેક્ટરને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, જૂનાગઢ જિલ્લાના વંથલી હાઇવે પર ટ્રાફિક પોલીસ દ્વારા રૂટિન ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક બાઇકચાલકે ફરજ પર હાજર ટ્રાફિક સબ ઈન્સપેક્ટર રવિદાન ગઢવીને અડફેટે લીધા હતા. જેના કારણે સબ ઈન્સપેક્ટરને પગે ઈજા પહોચી હતી. હાલ, ઈજાગ્રસ્ત પોલીસકર્મીને નજીકની હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યા છે.
પોલીસે હાથ ધરી તપાસ
આ દરમિયાન બાઇકચાલકને પણ સામાન્ય ઈજા પહોંચી હતી. હાલ, સમગ્ર મામલે પોલીસ દ્વારા બાઇકચાલક વિશે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




