મૂછનો દોરો માંડ ફૂટ્યો ત્યાં ચડ્યો બાઈક ચોરીના રવાડે, સુરતમાં આ રીતે વાહનો ચોરતા ઝડપાયો
સુરતમાં વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે અલગ અલગ વિસ્તારોમાંથી વાહનો ચોરી કરનાર રીઢા આરોપીને પો

સુરતમાં વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે અલગ અલગ વિસ્તારોમાંથી વાહનો ચોરી કરનાર રીઢા આરોપીને પોલીસે દબોચી લીધો છે. આ આરોપી પાસેથી અલગ અલગ વિસ્તારમાંથી 10 જેટલા વાહનોની ચોરી કરવાનો ભેદ ઉકેલ લેવામાં આવ્યો છે. આરોપીને હજુ તો માંડ મૂછનો દોરો ફૂટ્યો છે ત્યાં જ ચોરીના રવાડે ચડ્યો હોય તેવું સામે આવ્યું છે.
રત્ન કલાકારમાંથી ચોર બન્યો
સુરતના ઉતરાયણ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે બાઈક ચોરીનો માસ્ટર માઈન્ડ 19 વર્ષીય કેયુર તોગડીયાને ઝડપી લીધો છે.અગાઉ કેયુર રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી તે બાઈક ચોરીના રવાડે ચડી ગયો હતો. પોલીસે આરોપીને સીસીટીવી સહિતના સર્વેલન્સના મારફતે ઝડપી લીધો હતો.
ચાવી સાથે રાખતો
પોલીસ અધિકારીએ કહ્યું કે, પૂછપરછ દરમિયાન કેયુરે 10 જેટલા વાહનો ચોરી લીધા હોય તેવું કહ્યું હતું. કેયુર તોગડિયા વાહન ચોરીમાં ફાવટ ધરાવે છે. તેની પાસેથી ચાવીઓ પણ મળી આવી છે. તેણે સરથાણા, વરાછા, અમરોલી, કતારગામ, ઉતરાણ સહિતના વિસ્તારોમાંથી બાઇક ચોરી કરી હતી. આરોપીને ઝડપી લઈને તેની પાસેથી 2.30 લાખની મતાની બાઈક રીકવર કરી છે. હાલ તેની વધુ પૂછપરછ પોલીસે શરૂ કરી છે.








