મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં બાઈક સવાર લૂંટારૂઓએ રસ્તા પર 500ની નોટ ફેંકી વેપારીને ભોળવ્યો, ઢીકામુક્કીનો માર મારી ચલાવી લૂંટ

સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ નબળી પડી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. સરથ

સુરતમાં બાઈક સવાર લૂંટારૂઓએ રસ્તા પર 500ની નોટ ફેંકી વેપારીને ભોળવ્યો, ઢીકામુક્કીનો માર મારી ચલાવી લૂંટ

સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ નબળી પડી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. સરથાણા પોલીસ મથક વિસ્તારમાં એક વેપારીને ભોળવી લેવાયો હતો. ત્યારબાદ માર મારવાની સાથે ધમકી આપીને લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટ ચલાવીને આરોપીઓ નાસી ગયા હતા. જેથી પોલીસે સીસીટીવીના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી 3ને ઝડપી લીધા હતા.

રૂપિયા ફેંકીને ભોળવ્યા

સરથાણા વિસ્તારમા બાઇક સવાર લૂંટારુઓએ ૨૦ હજારની લૂંટ ચલાવી હતી. વહેલી સવારે રમકડાના વેપારીને માર મારી લૂંટી લેવાયો હતો. રસ્તા પર ૫૦૦ની ૨ નોટ ફેંકી ગયા બાદ વેપારીને ભોળવી લૂંટ ચલાવી હતી. બાઈક પર બેસેલા બે યુવકોએ તેના તરફ ધસી આવી મોબાઈલની માંગ કરી હતી. ત્યારબાદ ખિસ્સા ચેક કરી ઢીકમુક્કીનો રોકડા રૂપિયા ૨૦ હજાર લૂંટી ચલાવી હતી.

પોલીસે ઝડપી લીધા

સરથાણા કેનાલ રોડ, નારાયણનગર ગોડાઉન ખાતે જવા પગપાળા નીકળ્યો હતો. આ દરમિયાન બાઇક પર ટ્રિપલ સવારી યુવકોએ ફરિયાદીને  " ઊભો રે ઊભો રે " કહી પકડવાની કોશિશ કરી હતી. ફરિયાદી ભાગીને સિલ્વર બિઝનેસ હબના વોચમેન પાસે પહોંચી ગયો હતો. લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. પોલીસે ત્રણ ઈસમોની ધરપકડ કરી છે.

આ સમાચાર શેર કરો