સુરતના જોળવામાં બાઈક રીપેરિંગનો ઝઘડો બન્યો લોહીયાળ, ગેરેજના મુદ્દે હત્યા કરનારા 4 ઝડપાયા
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે બાઈક રીપેરિંગના નજીવા ઝઘડામાં હત્

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે બાઈક રીપેરિંગના નજીવા ઝઘડામાં હત્યાની ઘટના બની હતી. જેમાં એક યુવકનું મોત થયું હતું. સુરત જિલ્લા પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર મળી હત્યાની ઘટનામાં 4ની અટકાયત કરી હતી.
ગેરેજમાં હુમલો
સુરત જિલ્લામાં મોટો ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા તાલુકામાં ચોરી અને લૂંટ બાદ હવે હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. પલસાણા તાલુકાના જોળવા ગામે અનુરાગ રેસીડેન્સીમાં હત્યાની ઘટના બની હતી. અનુરાગ રેસીડેન્સીમાં એક 23 વર્ષીય રાહુલકુમાર લોધી પોતાના બનેવી સાથે રહેતો હતો. ત્યાં રાત્રે બાઈક ખરાબ થતા રીપેરિંગ માટે તેઓ અંકિત સંતોષ પ્રસાદ નામના ઈસમના ગેરેજ પર ગયા હતા. જ્યાં બાઈક રીપેરિંગમાં પૈસા લીધા બાદ પણ બાઈક સરખું રીપેર નહીં થતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડામાં ગેરેજ ચાલક અંકિત નામના ઈસમે બાઈકના માલિક રોહિતને મારવા ઉગામ્યો હતો. પરંતુ વચ્ચે રોહિતનો ભાઈ શ્રવણ પડતા એ પેચ્યું છાતીના ડાબા ભાગે મારી દીધું હતું.
ચાર ઝડપાયા
બાદમાં તેઓ ઘરે આવ્યા બાદ રોહિત ફરી તેના સાળા રાહુલ સાથે બજારમાં જતા ગેરેજ ચાલકે રોહિતના પેટમાં પણ પેચિયું મારી દેતા રોહિત લોધીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ પલસાણા પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. હત્યા અંગે ગુના દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસે બાતમીદારો મારફત તપાસ સઘન બનાવતા ગણતરીના કલાકોમાં જ હત્યાની ઘટનામાં ચાર જેટલા ઈસમોની સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસે અટકાયત કરી લીધી હતી. જેમાં હત્યામાં મદદગારી કરનાર આતિશ બીજ કિશોર સિંગ, નિખિલ રમેશ સિંગ રાજપુત, તેમજ દીપુ ભૂપતિ ત્રિવેદી નામના ત્રણ યુવકોની અટકાયત કરી હતી. સમગ્ર હત્યાની ઘટનામાં મહત્વની બાબત એ હતી કે, હત્યામાં મદદગારીમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની પણ ભૂમિકા બહાર આવતા પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની પણ ધરપકડ હિરાસતમાં લઈ કાયદેસર કાર્યવાહી કરી હતી.








