મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar: સુરેન્દ્રનગરમાં ડ્રાઇવર્જન બન્યું મોટું મુસીબત, વાહનચાલકોની મુશ્કેલી વધી

સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે નર્મદા કેનાલ પરનો જર્જરિત પુલ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે વાહ

Surendranagar: સુરેન્દ્રનગરમાં ડ્રાઇવર્જન બન્યું મોટું મુસીબત, વાહનચાલકોની મુશ્કેલી વધી

સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે નર્મદા કેનાલ પરનો જર્જરિત પુલ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે વાહનચાલકોને ડાઇવર્જન આપવામાં આવ્યું છે. જેને લઇ અનેક સમસ્યા ઉભી થઈ છે. આપવામાં આવેલા વૈકલ્પિક માર્ગો પણ જર્જરિત હોવાના કારણે વાહનચાલકો માટે માથાનો દુખાવો બની રહ્યો છે. નર્મદા વિભાગ દ્વારા જાહેરનામાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, જેમાં કેનાલની પાડી ઉંચી લેવાનું ફરમાન હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. વાહનચાલકોનો આક્ષેપ છે કે ડાઇવર્જન  માર્ગો પર કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, જેનાથી મુસાફરીમાં મુશ્કેલીઓ વધી છે.

મુખ્ય માર્ગો પર પથ્થર નાખી દેવાથી વાહનોના અકસ્માતોમાં વધારો થયો છે. એક ડાઇવર્જન પસાર કરવામાં 1 કલાકથી વધુ સમય લાગે છે, જેનાથી કચ્છ, ધાંગધ્રા અને મોરબી તરફ જતા ચાલકો કલાકો સુધી ફસાઈ જાય છે. રાત્રે લાઇટિંગની અવ્યવસ્થા તંત્રની બેદરકારી દર્શાવે છે. 

વાહનચાલકોમાં રોષ છે કે જાહેરનામા અમલમાં ન આવવાને કારણે જોખમ વધ્યું છે. તંત્રને ઝડપથી કાર્યવાહી કરી, જર્જરિત માર્ગોનું નિર્માણ અને સુવિધાઓ પૂરી પાડવાની માંગ ઉઠી છે, જેથી સલામતી અને સરળ મુસાફરીની ગેરંટી મળે.

આ સમાચાર શેર કરો