પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: GPRB એ જાહેર કરી લેખિત પરીક્ષાની તારીખ!
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB)એ વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં વર્ગ-3 ટ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB)એ વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં વર્ગ-3 ટેકનિકલ કેડર સહિતની કુલ 950 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી હતી. GPRBએ જાહેરાત ક્રમાંક GPRB/202526/2 PSI વાયરલેસ તથા ટેકનિકલ ઓપરેટર, જાહેરાત ક્રમાંક GPRB/202526/3 PSI મોટર ટ્રાન્સપોર્ટ અને જાહેરાત ક્રમાંક GPRB/202526/4 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી છે. જાણો પરીક્ષાની તારીખ, અભ્યાસક્રમ સહિત ભરતી સંબંધિત મહત્ત્વની માહિતી.
વાયરલેસ-મોટર ટ્રાન્સપોર્ટ PSIની લેખિત પરીક્ષાની તારીખ જાહેર
GPRBની ભરતી જાહેરાત ક્રમાંક GPRB/202526(2, 3, 4) અન્વયે PSI વાયરલેસ, ટેકનિકલ ઓપરેટર, PSI મોટર ટ્રાન્સપોર્ટ તથા હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-1) માટેની લેખિત પરીક્ષા આગામી 23 ઓગસ્ટ, 2026ના રવિવારના રોજ લેવામાં આવશે.
કુલ 950 પોસ્ટ પર ભરતી
GPRBએ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ), ટેકનિકલ ઓપરેટર અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક સહિતની જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં વાયરલેસ વિભાગમાં કુલ 830 જગ્યાઓ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં કુલ 80 જગ્યાઓ માટે ગત 9 જાન્યુઆરી, 2026ના બપોરે 2 વાગ્યાથી 28 જાન્યુઆરી, 2026ની રાત્રે 11:59 વાગ્યા સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરાયા હતા.






