ચૂંટણી વચ્ચે દેશમાં પુલવામા જેવા એટેકનો ખતરો! દિલ્હી અને જયપુર બાદ હવે અમદાવાદ એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી
દેશમાં ચૂંટણીઓ જેમ જેમ આગળ વધી રહી છે એમ આંતકવાદી હુમલાનો ભય પણ વધી રહ્યો છે. દેશનું સુરક્ષા તંત્ર ચૂંટણીમા

દેશમાં ચૂંટણીઓ જેમ જેમ આગળ વધી રહી છે એમ આંતકવાદી હુમલાનો ભય પણ વધી રહ્યો છે. દેશનું સુરક્ષા તંત્ર ચૂંટણીમાં વ્યસ્ત છે ત્યારે એનો ફાયદો ઉઠાવીને આતંકવાદીઓ પુલવામા જેવો હુમલો કરે તેવી ભીતિ છે એ સંજોગોમાં જ વારાફરતી વારા પહેલા જયપુર પછી દિલ્હી અને હવે અમદાવાદ એરપોર્ટ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા તંત્રો દોડતા થયા છે.
અમદાવાદની સ્કૂલ બાદ એરપોર્ટને બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળી છે. કોઈ અજાણ્યા ઇ-મેલ આઇડી પરથી મળી એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી મળી છે.
આજરોજ બપોરના સમયે અજાણ્યો ઈ-મેલ આવ્યો હતો. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઇન સ્ટાફને કડક સુચના આપવામાં આવી છે. તમામ મુસાફરોનું સઘન ચેકિંગ થઇ રહ્યું છે. થોડા દિવસ અગાઉ પણ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.
આજે દિલ્હીની 3 હોસ્પિટલ, દિલ્હી એરપોર્ટ અને જયપુર એરપોર્ટને પણ બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. ધમકીના પગલે તમામ જગ્યાએ સેનાએ અને પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.
દિલ્હી ફાયર સર્વિસનું કહેવું છે કે IGI એરપોર્ટને પણ બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો છે. આજના દિવસમાં જયપુર એરપોર્ટ સહીત દિલ્હીની 2 હોસ્પિટલોને પણ બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.
દિલ્હીની કેટલીક શાળાઓને આવી જ ધમકીઓ મળ્યાના દિવસો પછી દિલ્હીની બે હોસ્પિટલોને બોમ્બની ધમકીઓ મળી છે. ઈ-મેલમાં આપવામાં આવેલી ધમકી બુરારી હોસ્પિટલ અને સંજય ગાંધી હોસ્પિટલને આપવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું છે કે પોલીસ ઘટનાસ્થળે છે અને બંને હોસ્પિટલોમાં શોધખોળ ચાલી રહી છે. તો રાજસ્થાનની રાજધાની જયપુરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે. એરપોર્ટ પ્રશાસનને આ અંગે ધમકીભર્યો મેલ મળ્યો છે. આ ધમકી બાદ હવે એરપોર્ટ પ્રશાસનની સાથે રાજસ્થાન પોલીસ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. CISFની ટીમે આખા એરપોર્ટની શોધખોળ શરૂ કરી દીધી છે. ધમકીભર્યો મેલ મળ્યા બાદ હવે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના કમાન્ડો પણ જયપુર એરપોર્ટ પહોંચી ગયા છે. હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
1 મેના રોજ શાળાઓને ધમકી આપવામાં આવી હતી
1 મેના રોજ સવારે 223 શાળાઓને ઈ-મેલ મોકલવામાં આવ્યા હતા કે બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. ઈમેલમાં દ્વેષપૂર્ણ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈમેલમાં લખ્યું હતું કે, 'ઈન્શાઅલ્લાહ, અમે તેમને હવામાં ઉડાડી દઈશું અને તમારા શરીરના ટુકડા કરી દઈશું. તમારા શરીરને ફાડી નાખશે. અમે તમારી ગરદન અને ચહેરો કાપી નાખીશું. જો અલ્લાહ ચાહે તો અમે તમને આગની જ્વાળાઓમાં નાખી દઈશું. કાફિરો માટે નરકમાં અલગ આગ છે. નાસ્તિકો... ઇન્શાઅલ્લાહ, તમે આ આગમાં હંમેશ માટે બળી જશો.’








