મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણ યુનિવર્સિટીનો મોટો નિર્ણય: ૧૭ કોલેજોનું જોડાણ રદ

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ મોટી કાર્યવાહી કરતાં પાટણ અને મ

તસવીર: gstv

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ મોટી કાર્યવાહી કરતાં પાટણ અને મહેસાણા જિલ્લાની 17 કોલેજોનું જોડાણ રદ કર્યું છે. યુજીસીના નિયમોના ભંગ અને સંચાલનમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. શૈક્ષણિક વર્ષ 2026-27થી અસરગ્રસ્ત કોલેજોમાં નવા પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. ઉચ્ચ કક્ષાની સમિતિની ભલામણ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના ઠરાવના આધારે નિર્ણય અમલમાં મૂકાયો છે. વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન થાય તે માટે નજીકની સંલગ્ન કોલેજોમાં વિશેષ અથવા વધારાની બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે. યુનિવર્સિટીએ સત્તાવાર જાહેરનામું બહાર પાડી સમગ્ર કાર્યવાહી અમલમાં મૂકી છે.

આ સમાચાર શેર કરો