મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ‘ગેનીબેને દારૂના ધંધામાંથી સંપત્તિ બનાવી’, બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર સામે મોટો આરોપ

બનાસકાંઠામાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે દારૂના ધંધામાંથી હપ્તા લઇને સંપત્તિ વસાવ

VIDEO: ‘ગેનીબેને દારૂના ધંધામાંથી સંપત્તિ બનાવી’, બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર સામે મોટો આરોપ

બનાસકાંઠામાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે દારૂના ધંધામાંથી હપ્તા લઇને સંપત્તિ વસાવી હોવાનો આક્ષેપ પાલનપુરના પૂર્વ મહિલા ધારાસભ્યએ લગાવ્યો છે. ગેનીબેન ઠાકોરની સંપત્તિને લઇને રેખાબેન ખાણેચાએ આ આરોપ લગાવ્યો છે.

દારૂના ધંધામાંથી ગેનીબેને સંપત્તિ વસાવી

પાલનપુરના પૂર્વ મહિલા ધારાસભ્ય રેખાબેન ખાણેચાએ કહ્યું કે, કોંગ્રેસના ઉમેદવારે ચાર વાર કેમ એફિડેવિટ બદલવી પડી. એફિડેવિટમાં અલગ અલગ 40 વીઘા જમીન બતાવવામાં આવી છે. ગેનીબેન ઠાકોરે દારૂના ધંધામાંથી હપ્તા લઇ સંપત્તિ વસાવી છે. ગેનીબેન પ્રજાને ગુમરાહ કરવા પોતાની સંપત્તિ છુપાવી રહ્યાં હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

પાલનપુરના પૂર્વ મહિલા ધારાસભ્યએ લગાવ્યા ગંભીર આરોપ

પાલનપુરના પૂર્વ મહિલા ધારાસભ્ય રેખાબેન ખાણેચાએ કહ્યું કે, “ગેનીબેનને પૂછવું છે કે ગેનીબેને ચાર ચાર વખત એફિડેવિટ શા માટે કરાવવી પડી? એવી તો કંઇ વસ્તુ તેમને છુપાવી હતી જેને કારણે ચાર વખત એફિડેવિટ કરવાની જરૂર પડી છે. ગઇ વખતે જ્યારે તે ચૂંટણી લડ્યા હતા ત્યારે તેમની જે પ્રોપર્ટી હતી તે નીલ બતાવી હતી અને અત્યારે જે એફિડેવિટ કર્યું છે તેમાં 40 વીઘા જમીન બતાવી છે. તે પ્રચાર કરે છે ત્યારે કહે છે કે એમની પાસે 3 વીઘા જ જમીન છે. 40 વીઘા જમીન તેમની પાસેથી ક્યાંથી આવી? આ એફિડેવિટ બોલે છે, અમે નથી બોલતા. ભાભરમાં ત્રણ બંગલા છે, બે ગાડી છે, સોના-ચાંદી તો તેમને કિલોની અંદર બતાવી છે. આ વસ્તુ તેમની પાસેથી ક્યાંથી આવી? કોઇ ફેક્ટરી કે કારખાના ચાલતા નથી કે કોઇ બિઝનેસ નથી જેને કારણે આટલી મોટી પ્રોપર્ટી તે વસાવી શકે.”

પાલનપુરના પૂર્વ મહિલા ધારાસભ્યએ વધુમાં કહ્યું, “ગેનીબેન દર વખતે કહે છે કે હું ગરીબ ઘરની બહેન છું. ગરીબ હોય તો આટલું બધુ તેમની પાસે ના હોય. એવું કહે છે કે હું ઝુંપડામાં રહેતી હતી અત્યારે ત્રણ-ત્રણ બંગલા છે, સોના-ચાંદી છે આ બધુ તેમની પાસે ક્યાંથી આવ્યું? અમે નથી કહેતા આ વાવની પ્રજા કહે છે. પ્રજા તો એમ પણ કહે છે કે દારૂના ધંધામાંથી જે હપ્તા આવતા હતા તેમાંથી પ્રોપર્ટી વસાવી છે. આટલું બધું ગેની બહેન પ્રજાને ગુમરાહ કેમ કરે છે?

આ સમાચાર શેર કરો