સુરતમાં MLA સંગીતા પાટિલની ઓફિસ નજીક શેરિંગ પ્રોજેક્ટની સાયકલો બની ભંગાર, કરોડોના પ્રોજેક્ટની દુર્દશા
સુરત મહાનગરપાલિકા દ્વારા મોટા ઉપાડે શહેરીજનોની સુખાકારી માટે સાયકલ શેરિંગ પ્રોજ

સુરત મહાનગરપાલિકા દ્વારા મોટા ઉપાડે શહેરીજનોની સુખાકારી માટે સાયકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. પરંતુ પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓના સંકલનના અભાવે આ પ્રોજેક્ટ હાલ કાંટ ખાઈ રહ્યો છે. લિંબાયત વિસ્તાર ખાતે આવેલા નીલગીરી સર્કલ પાસે આવેલી સાયકલ સ્ટેન્ડમાં SMCની સાયકલોની દુર્દશા જોવા મળી રહી છે. અહિં નજીકમાં જ ધારાસભ્ય સંગીતા પાટીલની ઓફિસ પણ આવેલી છે.
ટેન્ડર પણ અપાયેલા છે
મહાનગરપાલિકા સાયકલ સ્ટેન્ડ બનાવવા અને સાયકલની જાળવણી માટે 5 વર્ષ માટે 8.91 કરોડ રૂપિયા ચૂકવી રહી છે. સાયકલ સ્ટેન્ડ બિસ્માર સ્થિતિમાં છે જ્યારે સાયકલ ભંગારની હાલતમાં છે. ભંગારની સ્થિતિમાં સાયકલો લિંબાયત વિસ્તાર ખાતે આવેલા નીલગીરી ગ્રાઉન્ડ નજીક જોવા મળી છે. નીલગીરી ગ્રાઉન્ડ નજીક ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલની ઓફિસ પણ આવેલી છે. સાયકલ માટે કોન્ટ્રાક્ટરને ટેન્ડર પણ અપાયા છે અને પાલિકાએ તેની પાછળ કરોડોનો ખર્ચ પણ કર્યો છે.
1267 સાયકલની હાલત ખસતા
એક સાયકલ દીઠ 10 હજાર રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે. તેની દેખરેખ અને જાળવણી થતી હોય એવું લાગતું નથી. સમગ્ર સુરત શહેરમાં 120 વિવિધ ડોકિંગ સ્ટેશનો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સ્ટેશન પર લગભગ 1267 સાયકલ રાખવામાં આવી છે. તેમાંથી 60 સાયકલોની હાલત એવી છે કે, તેનું સમારકામ થઈ શકતું નથી. શહેરના લોકો માટે 1 સાયકલની કિંમત 70 હજાર છે. મ્યુનિસિપલ કોર્પોરેશને સમગ્ર પ્રોજેક્ટની ખરીદી, ઇન્સ્ટોલેશન, સંચાલન અને જાળવણી માટે 5 વર્ષ માટે રૂ. 8.91 કરોડની ચુકવણી નક્કી કરી છે.








