મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત વેડ રોડ ગુરુકુળમાં વડતાલ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવ આમંત્રણ રથના વધામણાં

સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલને આવતા વર્ષે 200 વર

સુરત વેડ રોડ ગુરુકુળમાં વડતાલ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવ આમંત્રણ રથના વધામણાં

સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલને આવતા વર્ષે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. પરમ પૂજ્ય ધર્મ ધૂરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજની અધ્યક્ષતામાં દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. તારીખ 7 થી 15 નવેમ્બર 2024 દરમિયાન ઉજવાનાર દ્વિશતાબ્દી મહોત્સવ પૂર્વે આમંત્રણ ધર્મ૨થો ગામડા અને શહેરોમાં વિચરણ કરી રહેલ છે. 

આ રથ નડિયાદ ખેડા આણંદ વડોદરા ભરૂચ અંકલેશ્વર વગેરે શહેરો તથા ગામડાઓમાં દર્શનદાન અને વ્યસનમુક્તિ સેવાયજ્ઞ સાથે વડતાલમાં ઉજવનાર  દ્વિશતાબ્દી મહોત્સવમાં પધારવા આમંત્રણ સંદેશ આપતા આજે સુરત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ,વેડરોડમાં પધારેલ. જેનું વિદ્યાર્થીઓએ બેન્ડવાજા વજાડી સ્વાગત કરેલ. મહંત સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજીએ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની આરતી ઉતારી, સંતો હરિભક્તોએ દંડવત પ્રણામ કરી, રાસ લઈ ઠાકોરજીના વધામણા કરેલ. વિદ્યાર્થીઓને મગજના લાડુ વહેંચેલ. રથ સાથે વિચરણ કરી લોકોને ઉત્સવનો મર્મ અને વ્યસન મુક્તિ કરાવી રહેલા શ્રી નિર્ભય સ્વામી, પ્રગ્લભ સ્વામી, પવિત્ર સ્વામી, કાળુ ભગત, ધાર્મિક ભગત તેમજ જગદીશ ભગત વગેરેનું શ્વેત વૈકુંઠ સ્વામીએ સ્વાગત પૂજન કરેલ.

પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા શતાબ્દી મહોત્સવ પ્રસંગે 40 વીઘામાં સાંસ્કૃતિક પ્રદર્શન યોજાયેલ છે. તેની તડામાર તૈયાર એક મહિના પૂર્વેથી વિવેક સ્વામી, વિશ્વસ્વરૂપ સ્વામી, હરિકૃષ્ણ સ્વામી, અક્ષયપ્રિય સ્વામી, જન કલ્યાણ સ્વામી વગેરે સંતો તેમજ 100 ઉપરાંત બંગાળી કારીગરો વડતાલમાં રહીને જ કરી રહ્યા છે. અહીંથી રથ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત શ્રી પ્રેમવતી મહિલા મંદિર નારાયણ મુની દેવ સોસાયટીમાં પધારેલ. અહીં સાંખ્યયોગી માતાઓ તેમજ મહિલાઓએ ઠાકોરજીના વધામણા કરેલ. સૌએ દર્શન કરી ધન્યતા અનુભવેલ.અહીંથી રથ નવસારી વાપી વલસાડ મુંબઈ મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વિચરણ કરશે.

આ સમાચાર શેર કરો