મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : બોપલમાં યુવકની હત્યા કરનાર કારચાલકનો પોલીસે સ્કેચ જાહેર કર્યો

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં 11 નેવેમ્બરની રાત્રે કારચાલકે કોલેજના એક વિદ્યાર્થ

અમદાવાદ : બોપલમાં યુવકની હત્યા કરનાર કારચાલકનો પોલીસે સ્કેચ જાહેર કર્યો

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં 11 નેવેમ્બરની રાત્રે કારચાલકે  કોલેજના એક વિદ્યાર્થીની ચારી મારી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઇ ગયો હતો. પોલીસે આ કારચાલકને ઝડપી પાડવા તેનો સ્કેચ ફોટો જાહેર કર્યો છે. 

પોલીસે સ્કેચ જાહેર કર્યો

બોપલ પોલીસ દ્વારા કાર ચલાવનાર વ્યક્તિનો સ્કેચ તૈયાર કરવામાં આવ્યો છે.  આ સ્કેચ વાળી વ્યક્તિ કે તેના જેવા દેખાવવાળી વ્યક્તિ અંગે કોઇ પણ માહીતી મળે તો તાત્કાલિક બોપલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.  માહીતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવમાં આવશે તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. 

કારચાલકે એક સાથે બે છરીથી યુવક પર ઘા ઝીંકીને લોહીલુહાણ કરી દીધો

શેલામાં આવેલી માઇકા કોલેજમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો 23 વર્ષીય  યુવક પ્રિયાંશુ જૈન રવિવારે રાતના સમયે બુલેટ પર તેના મિત્ર સાથે હોસ્ટેલમાં પરત ફરી રહ્યો હતો, ત્યારે બોપલ રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે પુરઝડપે આવી રહેલી એક કારના ચાલકને યુવકે યોગ્ય રીતે કાર ચલાવવાનું કહીને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને કારચાલકે એક સાથે બે છરીથી યુવકને  ઘા ઝીંકીને લોહીલુહાણ કરી દેતા તેને સારવાર માટે બોપલમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો