મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VADODARA : ભાયલી ગેંગરેપ કેસમાં SITએ 16 દિવસમાં જ 6000 પાનાની ચાર્જશીટ તૈયાર કરી

Bhayli gangrape case : વડોદરાના ભાયલીમાં નવરાત્રી દરમિયાન 4 ઓક્ટોબરે 16 વર્ષની સગીરા પર ગેંગરેપની

VADODARA : ભાયલી ગેંગરેપ કેસમાં SITએ 16 દિવસમાં જ 6000 પાનાની ચાર્જશીટ તૈયાર કરી

Bhayli gangrape case : વડોદરાના ભાયલીમાં નવરાત્રી દરમિયાન 4 ઓક્ટોબરે 16 વર્ષની સગીરા પર ગેંગરેપની ઘટના બની હતી. આ કેસમાં તાલુકા પોલીસે ગુનો દાખલ કરી પાંચ આરોપીની  ધરપકડ કરી હતી. જેમાંં  સૈફઅલી મહેંદી હસન બનજારા, અજમલ સત્તારભાઇ બનજારા,શાહરૃખ કિસ્મતઅલી બનજારા, મુમતાજ ઉર્ફે આફતાબ સૂબેદાર બનજારા તથા  મુન્ના અબ્બાસભાઇ બનજારાનો સમાવેશ થાય છે.  

16 દિવસમાં જ ચાર્જશીટ તૈયાર કરાઈ

આ કેસની તપાસ કરી રહેલી SITએ આરોપીઓ વિરુદ્ધ 6000 પાનાની ચાર્જશીટ તૈયાર કરી છે.  SITએ કાયદાના નિષ્ણાંતો સાથે બે-વે વખત ચર્ચાઓ કરીને ચાર્જશીટ તૈયાર કરી છે. ગેંગરેપની ઘટના બાદ 16 દિવસમાં જ ચાર્જશીટ તૈયાર થઇ જતા હવે ચાર્જશીટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. 

રિમાન્ડ બાદથી આરોપીઓ જેલમાં 

ભાયલી ગેંગરેપના આરોપીઓના વધારાના 4 દિવસના રિમાન્ડ પ15 ઓક્ટોબરે પૂરા થતાં તમામ 5 આરોપીઓને વિડિયો કોન્ફરન્સ માધ્યમથી કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા અને પોલીસે વધુ રિમાન્ડની માગ નહી કરતા કોર્ટે તમામને જેલમાં ધકેલી દેવા હુકમ કર્યો હતો. જેલમાં આરોપીઓની સુરક્ષાને  ધ્યાને રાખીને તેઓને અલગ - અલગ બેરેકમાં રાખવામાં આવ્યા હતા.  

તમામ નરાધમોના મોબાઈલમાં અશ્લીલ વીડિયોની ભરમાર હતી

ભાયલી ગેંગરેપ કેસમાં ઝડપાયેલા પાંચ નરાધમોના કબજે કરવામાં આવેલા પાંચ મોબાઇલમાં અનેક અશ્લિલ  વીડિયો મળ્યા  હતાં.   પોલીસે પાંચેયના મોબાઇલનો અભ્યાસ કરતાં મોટી સંખ્યામાં અશ્લિલ વીડિયો તેમજ સાહિત્ય મળ્યું હતું. આ વીડિયો જોઇને જ ગેંગરેપ વખતે વિકૃતિની તમામ હદો વટાવી હોવાનું પોલીસ માની રહી છે. પાંચેય નરાધમો ખૂબ વિકૃત હોવાનું પોલીસને પ્રથમ દ્રષ્ટિએ જ જણાયું હતું. આ ઉપરાંત કેટલાંક વીડિયો પાંચેય નરાધમોએ પોતાના મોબાઇલમાંથી ડીલિટ કરી દીધા હોવાનું મનાતા પાંચેય મોબાઇલને પોલીસ દ્વારા એફએસએલમાં મોકલવામાં આવશે.

આ સમાચાર શેર કરો