VIDEO: ભાવનગરનો શેત્રુંજી ડેમ છલોછલ
ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થતાં ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે. ડેમમાં હાલમાં 9

ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થતાં ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે. ડેમમાં હાલમાં 9 હજાર 440 ક્યુસેક પાણીની જંગી આવક થઈ રહી છે, જેની સામે ડેમની સલામતીને ધ્યાને રાખીને તમામ 59 દરવાજા 0.45 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે. પાણીની સતત આવકને પગલે તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવ્યું છે અને શેત્રુંજી નદીના પટમાં ન જવા લોકોને કડક સૂચના અપાઈ છે. આ સાથે જ પાલિતાણા, તળાજા અને મહુવા તાલુકાના નીચાણવાળા વિસ્તારોના 15થી વધુ ગામોને હાઈએલર્ટ કરી નદી કાંઠાના લોકોને સાવચેત રહેવા વહીવટી તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.




