VIDEO: શેત્રુંજી ડેમ 100 ટકા ભરાતા 20 દરવાજા એક ફૂટ સુધી ખોલાયા, જિલ્લાના આ ગામોને કરાયા સાવચેત
ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ આજે ૧૦૦ ટકા ભરાઈ જતાં પ્રશાસન દ્વ

ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ આજે ૧૦૦ ટકા ભરાઈ જતાં પ્રશાસન દ્વારા હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા થોડા દિવસોથી અમરેલી અને ભાવનગર જિલ્લા સહિત ઉપરવાસમાં વરસી રહેલા સતત વરસાદને પગલે ડેમમાં પાણીની વ્યાપક આવક થઈ છે.
શેત્રુંજી ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં ડેમના 20 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા. સંભવિત પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, માયધાર સહિતના ગામો અને તળાજા તાલુકાના પિંગળી, ટીમાણા, રોયલ, સરતાનપર સહિત બંને તાલુકાના કુલ ૧૭ અસરગ્રસ્ત ગામડાઓને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા કડક સૂચના આપી દેવામાં આવી છે.




