મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહુવા માટે રાહતના સમાચાર: માલણ ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ૧૦ ગામોને હાઈ એલર્ટ

મહુવા પંથક માટે જીવાદોરી સમાન ગણાતા ત્રણ મુખ્ય ડેમ પૈકીના માલણ ડેમમાં પાણીની

તસવીર: gstv

મહુવા પંથક માટે જીવાદોરી સમાન ગણાતા ત્રણ મુખ્ય ડેમ પૈકીના માલણ ડેમમાં પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ૯૦ ટકાથી વધુ ભરાઈ જતાં જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં વસતા ગ્રામજનોને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે.તંત્ર દ્વારા જે ગામોને સાવચેત કરવામાં આવ્યા છે તેમાં મોટાખુટવડા, ગોરસ, સાંગાણીયા, કુંભણ, નાનાજાદરા, લખુપરા, ઉમણીયાવદર, તાવેડા, મહુવા અને કતપરનો સમાવેશ થાય છે. ડેમમાંથી પાણી છોડવાની સંભાવનાઓને પગલે નદીના પટમાં અવરજવર ન કરવા અને સુરક્ષિત સ્થળે રહેવા સ્થાનિકોને અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કોઈ પણ પ્રકારની ઈમરજન્સી સામે પહોંચી વળવા માટે અધિકારીઓને સતર્ક રહેવા આદેશ અપાયા છે.

આ સમાચાર શેર કરો