VIDEO: સાવરકુંડલા-મહુવા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ
સાવરકુંડલા પંથકમાં પડી રહેલા ધોધમાર વરસાદને પગલે સાવરકુંડલા-મહુવા સ

સાવરકુંડલા પંથકમાં પડી રહેલા ધોધમાર વરસાદને પગલે સાવરકુંડલા-મહુવા સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. સાવરકુંડલાના બાઢડા ગામ પાસે નવા બ્રિજ નિર્માણના કામ માટે બનાવવામાં આવેલો ક્રોઝવે વરસાદી પાણીમાં સંપૂર્ણ ગરકાવ થઈ ગયો છે. માર્ગ પર પાણી ફરી વળતા સાવરકુંડલાથી મહુવા તરફ જતો વાહન વ્યવહાર સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે. અમરેલી અને ભાવનગર જિલ્લાને જોડતા આ મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે, જેના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. તંત્ર દ્વારા વાહનચાલકોને અન્ય વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા માટે સલાહ આપવામાં આવી છે અને જ્યાં સુધી પાણી ઓસરે નહીં ત્યાં સુધી આ માર્ગ બંધ રાખવાની શક્યતા છે.




