મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: તાપીમાં આકાશી આફત: વાલોડ-ડોલવણમાં ભારે વરસાદથી સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા

તાપી જિલ્લાના વાલોડ અને ડોલવણ તાલુકામાં પડેલા મુશળધાર વરસાદને કારણે જળબંબા

તાપી જિલ્લાના વાલોડ અને ડોલવણ તાલુકામાં પડેલા મુશળધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે બેડચીત ચાર રસ્તાથી બુહારી તરફ જતા સ્ટેટ હાઈવે પર નદી-નાળાના પાણી ફરી વળ્યા છે. રસ્તા પર જોખમી રીતે પાણી વહેતા થતાં તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે એકતરફનો માર્ગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે.નોંધનીય છે કે, આ સ્ટેટ હાઈવે સુરતથી પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારાને જોડતો મુખ્ય માર્ગ હોવાથી હાઈવે બંધ થતાં જ લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

આ સમાચાર શેર કરો