VIDEO: તાપીમાં ધોધમાર વરસાદથી નદીઓ બે કાંઠે, ડોલવણ-વાલોડમાં 3 ઇંચથી વધુ વરસાદ બાદ એલર્ટ જાહેર
તાપી જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખા

તાપી જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ડોલવણ અને વાલોડ તાલુકામાં માત્ર બે કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકતા પૂર્ણા, અંબિકા અને ઓલણ નદીમાં નવા નીર આવ્યા છે. કુંભિયા ગામ પાસેથી પસાર થતી ઓલણ નદી બે કાંઠે વહેતી થતાં વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે.



