VIDEO:ભાવનગર મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવવાની ધમકી, ઈ-મેઇલથી મચી દોડધામ
સોર્સ : GSTV
ભાવનગર મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઇલ મળતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. મેયરની કચેરીના અધિકૃત ઈ-મેઇલ પર આ ધમકી મળતાં તાત્કાલિક પગલાં લેવાયા હતા અને સમગ્ર કચેરી ખાલી કરાવવામાં આવી હતી. પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ કચેરી તથા આસપાસના પરિસરમાં સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી, જેના કારણે પરિસરને સુરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું.

