Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : VIDEO: Cyber ​​fraud of 49 lakhs solved in Bhavnagar Mule account holder jailed

VIDEO: ભાવનગરમાં 49 લાખના સાયબર ફ્રોડનો ભેદ ઉકેલાયો મ્યુલ અકાઉન્ટ ધારક જેલ ભેગો

Timeછેલ્લું અપડેટ : 12 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે કમિશનની લાલચે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપી સાયબર ફ્રોડમાં મદદગારી કરનાર રાહુલ મનસુખભાઈ બોરીચાની ધરપકડ કરી છે. આરોપીએ મ્યુલ એકાઉન્ટ તરીકે ઓળખાતા પોતાના ખાતામાં છેતરપિંડીના નાણાં જમા કરાવવા માટે સુવિધા આપી હતી.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીના એકાઉન્ટમાં વિવિધ રાજ્યોમાંથી ૦૮ જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે. તેના ખાતામાં માત્ર એક જ દિવસમાં અંદાજે ૪૯ લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું ખુલ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આ નેટવર્ક પાછળ અન્ય કયા મોટા માથાઓ સંકળાયેલા છે.

App Store