VIDEO : ભાવનગર રેગિંગ મામલામાં 6 આરોપીઓની અટકાયત કરાઈ
સોર્સ : Gstv
ભાવનગરના સર ટી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં પ્રથમ વર્ષના રેસિડન્ટ ડોક્ટરોનું રેગિંગ કરવા બદલ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી છે. બીજા વર્ષના 7 સિનિયર રેસિડન્ટ ડોક્ટરોમાંથી 6ની અટકાયત કરવામાં આવી છે. આરોપીઓમાં વિર ઉર્ફે વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રવિણ વર્મા, ધર્મેન્દ્ર દયાળ, વિશાલ ડાભી, અમન વર્મા અને દિવ્ય મોદીનો સમાવેશ થાય છે. આરોપીઓ પર જુનિયર ડોક્ટરોને આખી રાત ઓપરેશન થીયેટર અને વોર્ડની બહાર ઊભા રાખવા, કુકડા બનાવવા, અશ્લીલ ગાળો આપવી અને મારપીટની ધમકીઓ આપવાનો આક્ષેપ છે. આ તમામ આરોપીઓને મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય આરોપી જયંત દેવાણી હજુ ફરાર છે.

