VIDEO: ભાવનગરના ઘોઘારોડ SBI મ્યુલ એકાઉન્ટથી 6.40 લાખની હેરફેર કરનાર ઝડપાયો
સોર્સ : GSTV
ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં SBIના મ્યુલ એકાઉન્ટ મારફતે સાયબર ફ્રોડની રકમની હેરફેર કરનાર એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે. શિવાજી સર્કલ પાછળ રહેતા અમિત પ્રકાશભાઈ ડોડીયાના ખાતામાં દેશભરમાંથી આવેલી બે અલગ-અલગ સાયબર ફ્રોડ અરજીઓ હેઠળ કુલ 6 લાખ 40 હજાર રૂપિયા RTGS, IMPS અને UPI મારફતે જમા થયા હતા. આરોપીએ આ રકમ ગેરકાયદેસર હોવાનું જાણવા છતાં ATM અને ચેક મારફતે ઉપાડી અન્યત્ર ટ્રાન્સફર કરી હતી. ઘોઘારોડ પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

