VIDEO : ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસથી રિક્ષાચાલકે આપઘાતનો પ્રયાસ કર્યો
સોર્સ : Gstv
ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને રિક્ષાચાલકે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. શહેરના અમિતલાલ પીંજાણીએ આર્થિક જરૂરિયાતને કારણે વ્યાજે પૈસા લીધા હતા. ધંધો બરાબર ન ચાલતા સમયસર વ્યાજ અને મુદ્દલ ચૂકવી શક્યા ન હતા. ત્યારબાદ વ્યાજખોરોએ તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અસામાજીક ત્તત્વોએ લોકો દ્વારા ધમકીઓ અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી. કંટાળી ગયેલા અમિતલાલે ઝેરી દવા પી લીધી. તેમને ગંભીર હાલતમાં સર્ટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

