Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Panic as a large hole suddenly collapses in B-block of housing scheme in Bhavnagar

VIDEO : ભાવનગરમાં આવાસ યોજનાના બી-બ્લોકમાં અચાનક મોટું ગાબડું તૂટી પડતાં અફરાતફરી

Timeછેલ્લું અપડેટ : 25 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલી આવાસ યોજનાના બી-બ્લોકમાં અચાનક મોટું ગાબડું તૂટી પડતાં અફરાતફરી મચી ગઈ હતી. દુર્ઘટનામાં નીચે પાર્ક કરાયેલા વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે, જ્યારે નજીકમાં હાજર કેટલાક બાળકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે ઇમારત લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ઘટનાના પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે અને પરિવારો પોતાના તથા બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. સ્થાનિકોએ તાત્કાલિક સુરક્ષા પગલાં લેવાની માંગ કરી છે.

App Store