VIDEO: ભાવનગરમાં સ્ટેટ જીએસટીના મેગા દરોડા પૂર્ણ, કરોડોની કરચોરીનો ખુલાસો
સોર્સ : GSTV
ભાવનગરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલું મેગા સર્ચ ઓપરેશન આખરે પૂર્ણ થયું છે. શહેરના જાણીતા 'કોસમોસ કોમ્પ્યુટર' એકમ પર સતત ચાર દિવસ સુધી સઘન તપાસ કરવામાં આવી હતી. જીએસટી વિભાગની ટીમે મુખ્ય ઓફિસ સહિત કુલ 4 શાખાઓ પર દરોડા પાડી દસ્તાવેજોની તપાસ કરી હતી.તપાસ દરમિયાન સામે આવ્યું છે કે એકમ દ્વારા ટર્નઓવરની સાચી વિગતો છુપાવીને નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. સ્કીમની મર્યાદા બહાર જઈને કરચોરી કરવામાં આવતા વિભાગે લાલ આંખ કરી છે. કરચોરી પકડાયા બાદ વિભાગે પેઢીને રૂ. 1.50 કરોડનો ટેક્સ ભરપાઈ કરવા આદેશ કર્યો છે.

