BHAVNAGAR / સીદસર-બુધેલ હાઈવે પર ટેન્કર અડફેટે બુધેલ ગામના વૃદ્ધનું મોત
BHAVNAGAR NEWS : ભાવનગરના સીદસર-બુધેલ હાઈવે પર ટેન્કરચાલકે સ્કૂટરચાલકને

BHAVNAGAR NEWS : ભાવનગરના સીદસર-બુધેલ હાઈવે પર ટેન્કરચાલકે સ્કૂટરચાલકને અડફેટે લેતા સ્કૂટરચાલક વૃદ્ધનું મોત થયું છે. મૃતક બુધેલ ગામના હોવાનું જાણવા મળ્યું છે.
બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગરમાં સીદસર-બુધેલ હાઇવે પર શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજ નજીક એક ટેન્કરચાલકે સ્કૂટર લઈને જઈ રહેલા જીવાભાઇ ભીખાભાઈ મોરી નામના 70 વર્ષના વૃદ્ધને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
મૃતક બુધેલ ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે, બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી.






