ભાવનગર: CBI અધિકારીની ખોટી ઓળખ આપી બિલ્ડરને ડિજિટલ અરેસ્ટ કરનાર ઝડપાયો, આરોપી નીકળ્યો દુકાનદાર
ભાવનગર શહેરમાં આશરે બે માસ પૂર્વે એક બિલ્ડરના પાર્સલમાં ડ્રગ્સ અને ગેરકાયદે વસ્તુઓ મળી હોવ

ભાવનગર શહેરમાં આશરે બે માસ પૂર્વે એક બિલ્ડરના પાર્સલમાં ડ્રગ્સ અને ગેરકાયદે વસ્તુઓ મળી હોવાનું કહી નકલી પોલીસ અને CBIની ઓળખ આપી, ઈડી અને સુપ્રીમ કોર્ટના બનાવટી લેટર મોકલી બિલ્ડરને ડિઝિટલ અરેસ્ટ કરી રૂ.૧૫ લાખ ખંખેર્યાંનો બનાવ બન્યો હતો. ભાવનગરમાં ડિજિટલ અરેસ્ટના બનેલા આ પ્રથમ બનાવના પ્રથમ આરોપીને સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. બીજી તરફ આ બનાવના મુખ્ય સુત્રધાર સુધી પહોંચવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
CBI અધિકારીની ઓળખ આપી બિલ્ડરને ડિજિટલ અરેસ્ટ કરનાર ઝડપાયો
ભાવનગર શહેરના મહિલા કોલેજ પાછળના વિસ્તારમાં રહેતા અને હાલ મહારાષ્ટ્રના પુણેમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા મયુરભાઈ જીવરાજભાઈ પટેલ દિવાળીના પર્વમાં ભાવનગર પોતાના ઘરે આવ્યા હતા અને ગત તા.૨૯ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ સવારે ૮.૩૦ કલાકે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને તેમાં અજાણ્યા ઈસમોએ તેમના નામના પાર્સલમાં ડ્રગ્સ અને ગેરકાયદે વસ્તુઓ મોકલેલી હોવાનું જણાવી આરોપીઓએ સીબીઆઈ અને પોલીસમાં હોવાની ખોટી ઓળખ આપી હતી.
આ પણ વાંચો: E-PAPER: વાંચો આજનું 03-1-2025નું ગુજરાત સમાચાર
મુખ્ય સુત્રધાર હજુ પોલીસ પકડથી દુર
મોબાઈલમાં ઈડીના અને સુપ્રીમ કોર્ટના બનાવટી લેટર તથા વોરંટ મોકલી બિલ્ડરને ડિઝિટલ અરેસ્ટ કરી લીધાં હતા અને સિક્યોરિટિ ડિપોઝિનના નામે અગગ-અલગ ટ્રાન્ઝેક્શનના માધ્યમથી કુલ રૂ.૧૫ લાખની છેતરપિંડી આચરી હતી. જે અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથક ભાવનગર રેન્જમાં ગત તા.૭ નવેમ્બર ૨૦૨૪ના રોજ બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી.
દાહોદના સંજેલીમાં આરોપીની સામાન્ય દુકાન
ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરતા પોલીસને મહત્વની કડી હાથ લાગી હતી. પોલીસ તપાસ દરમિયાન છેતરપિંડીના આ બનાવમાં દાહોદ જિલ્લાના સંજેલી મેઈન બજાર બસ સ્ટેન્ડ રોડ પર ઠંડાપીણાંની દુકાન ધરાવતા ઘનંજય મુકેશભાઈ પુરોહિત નામના શખ્સની સંડોવણી ખુલતા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ઘનંજય મુકેશભાઈ પુરોહિતને ગઈકાલે અટક કરી રિમાન્ડની માંગણી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ ડિઝિટલ અરેસ્ટના આ બનાવના મુખ્ય સુત્રધારો સુધી પહોંચવા પોલીસ તપાસ કરી રહી છે.






