મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર સેન્ટ્રલ GSTએ પકડ્યું કરોડોનું કૌભાંડ, CA સહિત 2 પેઢીના માલિકોની ધરપકડ

Bhavnagar News : ભાવનગર સેન્ટ્રલ GST કચેરીએ ફરી એકવાર કરોડો રૂપિયાનું GST કૌભાંડ ઝડપી પાડ્યું છે.

ભાવનગર સેન્ટ્રલ GSTએ પકડ્યું કરોડોનું કૌભાંડ, CA સહિત 2 પેઢીના માલિકોની ધરપકડ

Bhavnagar News : ભાવનગર સેન્ટ્રલ GST કચેરીએ  ફરી એકવાર કરોડો રૂપિયાનું GST કૌભાંડ ઝડપી પાડ્યું  છે. 9 કરોડથી વધુના આ GST કૌભાંડમાં મોરબીના CA સહિત 2 પેઢીના માલિકોની ધરપકડ કરવામાં આવી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર સેન્ટ્રલ GST કચેરી દ્વારા ભાવનગરમાં કરોડો રૂપિયાનું GST કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં પોરબંદર અને જૂનાગઢમાં બોગસ પેઢી બનાવી ખોટી વેરાશાખા મેળવનારી 4 પેઢીઓ ઝડપાઈ છે. આ સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઈન્ડ મોરબીનો CA છે. 

ઇમીટેશન જ્વેલરીના વ્યવસાય સાથે જોડાયેલી પોરબંદર અને  જૂનાગઢની 4 પેઢી માત્ર કાગળ પર ચાલતી હતી. આ પેઢીઓ દ્વારા 9.41 કરોડનો ઈનવર્ટેડ ડ્યુટી ટેક્સ સ્ટ્રક્ચર હેઠળ દાવો કર્યો હતો અને અત્યાર સુધીમાં 6.71 કરોડનું રિફંડ મેળવી લીધું હતું.

આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મોરબીનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મંથન બિપીનભાઈ સાદરાણી હોવાનું જણાતા વિભાગ દ્વારા તા.14 ઓગસ્ટના રોજ તેની ધરપકડ કરવામાં આવી.  તેને મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ, ભાવનગરની કોર્ટમાં રજૂ કરી 17.08.2024 સુધીના રિમાન્ડ મેળવ્યા છે. 

આ કૌભાંડમાં 2 પેઢીના કાયદાકીય માલીકોની ધરપકડ કરવામાં આવી,જેમને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ બે વ્યક્તિઓ  સામે તાપસ ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો