ભાવનગર/ ચોકલેટની લાલચ આપી 4 વર્ષની બાળાને બનાવી હવસનો શિકાર, આરોપી ઝડપાયો
Bhavnagar rape case: ભાવનગર શહેરમાં કાળજુ કંપાવી દે તેવી એક ઘટના સામે આવી છે. નરાધમે 4 વર્ષની મા

Bhavnagar rape case: ભાવનગર શહેરમાં કાળજુ કંપાવી દે તેવી એક ઘટના સામે આવી છે. નરાધમે 4 વર્ષની માસુમ ફૂલ જેવી બાળકીને પીંખી નાંખી છે. મોડી રાત્રીના સમયે બાળકીને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. સમગ્ર બનાવને લઈ હોસ્પિટલ ખાતે વરતેજ પોલીસ દ્વારા FIR નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ ભાવનગર : 9 વર્ષની બાળકી પર અત્યાચાર કરનાર સાવકી માતાની ધરપકડ
નરાધમ શખ્સ ચાર વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરીને ફરાર થયો છે. સમાજને શર્મસાર કરતી ઘટનાને લઈ આરોપી વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
જણાવી દઈએ કે હજુ એક અઠવાડિયા પૂર્વે જ ભાવનગરમાં પોક્સો કેસ અંતર્ગત 4 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરનારને 10 વર્ષની જેલની સજા સંભળાવી હતી. તેના એકાદ સપ્તાહ બાદ આવી ઘટના ફરી બની છે.
આ પણ વાંચોઃ ભાવનગર: 9 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરનારા 55 વર્ષના આધેડને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા
શું બની હતી ઘટના
ગઢડા પંથકમાં બે વર્ષ પૂર્વે ચાર વર્ષિય માસુમ બાળાને ચોકલેટ અપાવવાના બહાને લઈ જઈ માંડવધાર ગામના શખસે દુષ્કર્મ આચરતા ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી અને શખસ સામે ફિટકાર વરસ્યો હતો. બાદ ગઢડા પોલીસે ગુનો દાખલ કરી શખસની ધરપકડ કરી હતી. જે કેસ આજરોજ સ્પેશ્યલ પોકસો અદાલતમાં ચાલી જતા નામ. કોર્ટે શખસને તકસીરવાન ઠેરાવી 10 વર્ષની કેદ અને દંડની સજા ફરમાવી હતી.
ગઢડા તાલુકાના માંડવધાર ગામે રહેતા મહેશ ઉર્ફે અશ્વીન વિનુભાઈ મકવાણા (ઉ.વ.20)એ ગત તા. 20-11-2017ના રોજ ચાર વર્ષિય માસુમ બાળાની એકલતાનો લાભ લઈ ચોકલેટ અપાવવાના બ્હાને પોતાના ઘરે લઈ જઈ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે સંદર્ભે ભોગગ્રસ્ત બાળાના માતાએ મહેશ મકવાણા વિરુધ્ધ ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે IPC કલમ 376, પોકસો એક્ટ 2012ની કલમ 3, ૪, 5, 6, 8 અને 12 મુજબ ગુનો દાખલ કર્યો હતો.
ઉપરોક્ત કેસમાં ભાવનગર સ્પે. પોકસો જજ અને ત્રીજી. એડી. સેશન્સ જજ એમ.જે. પરાશરની અદાલતમાં ચાલી જતા ન્યાયમૂર્તિશ્રીએ સરકારી વકીલ બી. જે. ખાંભલિયાની દલીલો 13 મૌખીક પુરાવા, 37 લેખીત પુરાવાને ધ્યાન પર લઈ આરોપી મહેશ ઉર્ફે અશ્વીન વિનુભાઈ મકવાણાને પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ફોર સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012ની કલમ 6 મુજબના ગુનામાં કસુરવાર ઠેરાવી 10 વર્ષની સખ્ત કેદની સજા અને 10 હજાર દંડની સજા ફરમાવી હતી.
શખ્સ દંડ ન ભરે તો વધુ છ માસની કેદ તેમજ આરોપીએ જમા કરાવેલી દંડની રકમના 50% ટકા રકમ ભોગ બનનારને વળતર રૂપે ચુકવવા અદાલતે હુકમ કર્યો હતો.








