Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : VIDEO: Hullabol movement organized by Congress against rising inflation in Bharuch

VIDEO: ભરૂચમાં વધતી મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ આંદોલન યોજવામાં આવ્યું

Timeછેલ્લું અપડેટ : 13 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભરૂચમાં વધતી મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ આંદોલન યોજવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશન ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ કોંગ્રેસ કાર્યકરોએ ભાજપ સરકાર અને મોંઘવારી વિરુદ્ધ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાના નેતૃત્વમાં કાર્યકરોએ મોંઘવારીની પ્રતિકાત્મક જેલ બનાવી અને મોપેડને લારીમાં મૂકી સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ દરમિયાન લારી સાથે રોડ પર ઉતરતા પોલીસે રોકતા સ્થિતિ તંગ બની હતી. કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ખેંચતાણના દૃશ્યો સર્જાયા હતા. બાદમાં પોલીસે આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી મામલો શાંત પાડ્યો હતો.

App Store
ટોપિક્સ:inflationbharuchcongress