અમદાવાદ: ભારતી આશ્રમનો વિવાદ વધુ વકર્યો, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમનો વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યું.ગઈકાલે પોલીસ દ્વારા આશ્રમમાં તપાસ કરતા આશ્રમમાંથ

અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમનો વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યું.ગઈકાલે પોલીસ દ્વારા આશ્રમમાં તપાસ કરતા આશ્રમમાંથી સાધુ ચલચાના રૂમમાંથી જીન્સ ટીશર્ટ મળી આવ્યા હતા. આશ્રમની સુરક્ષાને ધ્યાને રાખીને આશ્રમ ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.
500 કરોડથી વધુની સંપત્તિ ધરાવતો આશ્રમ છેલ્લા ચાર દિવસથી વિવાદમાં
આશરે 500 કરોડથી વધુની સંપત્તિ ધરાવતો આશ્રમ છેલ્લા ચાર દિવસથી વિવાદમાં છે. પહેલા આ આશ્રમનું સંચાલન ઋષિ ભારતી બાપુ કરતા હતા હવે તેમના ગુરુ હરીહરાનંદ ભારતી મહારાજ આશ્રમ પર કબજો કર્યો છે. ગુરુદ્વારા આશ્રમ પર કબજો કરાતા સમગ્ર વિવાદ વકર્યો હતો.




