મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાખરવડ ડેમ છલકાયો! નીચાણવાળા ગામોને એલર્ટ, નદીના પટમાં ન જવા તંત્રની અપીલ

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં સતત ધોધમાર વરસાદને પગલે

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં સતત ધોધમાર વરસાદને પગલે ભાખરવડ ગામ પાસે આવેલો ભાખરવડ જળાશય ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાંથી પાણીની આવક વધતાં વહીવટી તંત્રે નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે. ભાખરવડ, વડાળા, માળીયા હાટીના, જાનડી, ઘુમટી, આબેચા, નાની ધનેજ, ઝડકા, સમઢીયાળા અને ગડું સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીના પટમાં કોઈપણ પ્રકારની અવરજવર ન કરવા તેમજ જરૂરી સાવચેતી રાખવા તંત્રએ અપીલ કરી છે. સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો