મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના નગરદેવી મા ભદ્રકાળી આજે ભવ્ય રથમાં સવાર થઈ નગરચર્યાએ નીકળશે

અમદાવાદના નગરદેવી મા ભદ્રકાળી આજે ભવ્ય રથમાં સવ

અમદાવાદના નગરદેવી મા ભદ્રકાળી આજે ભવ્ય રથમાં સવાર થઈ નગરચર્યાએ નીકળશે. નાયબ મુખ્યમંત્રીના હસ્તે આ પવિત્ર યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. આ વર્ષે વિશેષ આકર્ષણ રૂપે માતાજીની પંચધાતુની પ્રતિમા અને તેમની પાદુકા રથમાં બિરાજમાન કરવામાં આવશે.

ભક્તો માટે બુંદીના પ્રસાદની ખાસ વ્યવસ્થા કરવામાં આવી

ભક્તો માટે બુંદીના પ્રસાદની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધનીય છે કે, ઇતિહાસમાં પ્રથમ વખત આ યાત્રા રાયપુર અને ખાડિયા વિસ્તારમાં પણ ફરશે. નગરદેવીના દર્શન કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.

વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ

ભદ્રકાળી મંદિર, ત્રણ દરવાજા, માણેક ચોક, ફ્રૂટ માર્કેટ, માણેકનાથ મંદિર, ગાંધીરોડ, બાલા હનુમાન મંદિર, ખાડીયા ચાર રસ્તા, ખાડીયા ગેટ, સારંગપુર ચકલા, છબીલા હનુમાન, રાયપુર દરવાજા, આસ્ટોડીયા દરવાજા, AMC કાર્યાલય, ખમાસા, જમાલપુર, થઈને રિવરફન્ટ પૂર્વ થઈ મહાલક્ષ્મી મંદિર થઈને શિવાજી ચોક, વસંત ચોક, અગાસિયા હોટલ, વીજળી ઘર, બહુચરાજી મંદિરથી પરત ભદ્રકાળી મંદિર સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે.

આ સમાચાર શેર કરો