મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીએ કર્યો બફાટ, પાવાગઢ મંદીરની જગ્યાએ ભદ્રકાળી મંદિરનો થયો છે વિકાસ

ગુજરાતમાં હજુ તો રૂપાલાનો ક્ષત્રિય સમાજ સામેની ટિપ્પણીનો વિવાદ શમ્યો નથી ત્યાં બનાસકાંઠા

બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીએ કર્યો બફાટ, પાવાગઢ મંદીરની જગ્યાએ ભદ્રકાળી મંદિરનો થયો છે વિકાસ

ગુજરાતમાં હજુ તો રૂપાલાનો ક્ષત્રિય સમાજ સામેની ટિપ્પણીનો વિવાદ શમ્યો નથી ત્યાં બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીએ બફાટ કર્યો છે. દાંતાના રતનપુર ખાતે દુધ દિવસના કાર્યક્રમમા ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીએ બફાટ કર્યો છે. બનાસ ડેરી ખાતે મહિલાઓના કાર્યક્રમમાં  બફાટ કર્યો હતો. હજુ ચૂંટણીને ઘણી વાર છે ત્યારે નેતાઓ બોલવામાં ભાન ભૂલી જતા જોવા મળી રહ્યા છે.

નેતાઓ બોલવામાં ભાન ભૂલી જતા જોવા મળ્યા

બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીએ પાવાગઢ મહાકાળી મંદીરની જ્ગ્યાએ ભદ્રકાળી મંદિરનો ભવ્ય વિકાસ કર્યો તેવો બફાટ કર્યો હતો. કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ હાજર હતા.

દાંતા તાલુકાના રતનપુર ગામે બનાસ દૂધ શીત કેન્દ્રમા બફાટ કરતા ઉપસ્થિત લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. રેખા ચૌધરીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે 500 વર્ષ પછી ભદ્રકાળી પાવગઢ મંદિરમાં કોઈએ ધજા ચઢાવી હોય તો તે મોદી સાહેબ છે.પીએમ મોદીએ મહાકાળી મંદિર પર ધજા ચઢાવી હતી.ડો.પ્રોફેસર કક્ષાના ભાજપના ઉમેદવાર બોલવામાં ભૂલ કરે તે એક મોટી ભૂલ માની શકાય.

આ સમાચાર શેર કરો